
Vadodara Accident : દિવાળીના તહેવાર પહેલાં વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના દંતેશ્વર તળાવ પાસે એક ફોરવ્હીલર કારચાલકે રોડ સાઈડ પર આવેલી લારી-ગલ્લાઓને જોરદાર ટક્કર મારતાં અફરાતફરી મચી હતી.

Vadodara: વડસર બ્રિજ પર હાઇડ્રોક્રેનનો અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. કારને બચાવવાના પ્રયાસ દરમિયાન હાઇડ્રોક્રેન વીજ થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે હાઇડ્રોક્રેનની ટક્કરથી GEBનો વીજ થાંભલો તૂટી પડ્યો હતો. જોકે, સદનસીબે અકસ્માતમાં હાઇડ્રોક્રેનના ચાલક સહિત કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.