Lakhota Lake: જામનગરના ઐતિહાસિક લાખોટા લેકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. લાખોટા લેકની પાળ વિસ્તારમાં એકસાથે 11 કાચબા મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. મોટી સંખ્યામાં કાચબાના મોતને પગલે સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કાચબાના મોત પાછળ લાખોટા લેકનું દૂષિત પાણી જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે હાલ મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.