વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે PM મોદીએ રામનાથ કોવિંદના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ અને તેમના સાદગીભર્યા વ્યક્તિત્વની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે આજના Gen Z અને યુવા પેઢીને સોશિયલ મીડિયા, રીલ્સ અને શોર્ટકટના યુગમાં સાવચેત રહેવાનો સંદેશ આપ્યો હતો.