દિલ્હી સરકારે રવિવારે મહિલા અને લઘુમતી આયોગમાં મહત્વપૂર્ણ નિમણૂકોની જાહેરાત કરી છે. લતા ગુપ્તાની દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે નિર્મલ જૈનને દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હી મુખ્યમંત્રી કાર્યાલયે આ અંગે માહિતી આપી હતી.