
BRICS Meeting: ભારતની BRICS અધ્યક્ષતા-2026 અંતર્ગત નવી દિલ્હીમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસને લઈને મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત આગામી 18 ઓગસ્ટે 12મી BRICS પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ બેઠક પહેલાં 17 ઓગસ્ટે BRICS પર્યાવરણ કાર્યકારી જૂથ અને આબોહવા પરિવર્તન તથા ટકાઉ વિકાસ અંગેના સંપર્ક જૂથની બેઠક યોજાશે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે બુધવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA) દ્વારા આયોજિત વૈશ્વિક વાઘ દિવસ 2026 સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે પ્રકૃતિ સાથે ગાઢ સામાજિક જોડાણ સ્થાપિત કરવા અને સંરક્ષણ આધારિત જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી.