Hemlata Bali: પોતાની મખમલી અને મધુર અવાજથી સંગીતપ્રેમીઓના દિલમાં આગવું સ્થાન બનાવનાર પ્લેબેક સિંગર હેમલતા બાલીનું નામ ભારતીય સંગીત જગતમાં ખાસ ઓળખ ધરાવે છે. ‘અંખિયોન કે ઝરોખોં સે’, ‘કૌન દિશા મેં લે કે ચલા રે બટોહિયા’ અને ‘તૂ ઇસ તરહ સે મેરી જિંદગી મેં’ જેવા યાદગાર ગીતોએ તેમની ગાયકીની અલગ છાપ ઊભી કરી છે.