
BRICS Summit Live Updates: ભારતની યજમાની હેઠળ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 18મા BRICS Summitની શરૂઆત થઈ છે. 12 અને 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલા આ બે દિવસીય શિખર સંમેલનમાં...

BRICS 2026: ભારતની BRICS અધ્યક્ષતા 2026 અંતર્ગત દૂર સંચાર વિભાગ (DoT) દ્વારા પુણેમાં 17થી 21 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસીય BRICS ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ICT) ટ્રેકનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય BRICS દેશો વચ્ચે ડિજિટલ સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને સુરક્ષિત, સમાવેશી તથા મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ મુંબઈમાં ગુરુવારથી ‘બ્રિક્સ વેવ્સ બજાર 2026’નો પ્રારંભ થયો છે. બે દિવસીય આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોના 500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમનો હેતુ ફિલ્મ, ટેલિવિઝન, એનિમેશન, VFX, ગેમિંગ, સંગીત અને ડિજિટલ મીડિયા સહિતના ક્રિએટિવ ઉદ્યોગોમાં વૈશ્વિક સહયોગ, રોકાણ અને વ્યાવસાયિક તકોને પ્રોત્સાહન આપવાનો છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે જણાવ્યું કે ભારત અને દક્ષિણ આફ્રિકા ક્રિટિકલ મિનરલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ વધારવા માટે ચર્ચા કરી રહ્યા છે. જયપુરમાં યોજાયેલી ‘બ્રિક્સ 2026 ટ્રેડ મિનિસ્ટર્સ મીટિંગ’ દરમિયાન બંને દેશોએ આ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના વિવિધ વિકલ્પો પર ચર્ચા કરી હતી.