Aravalli: બોરનાળા ગામની મૂળભૂત સુવિધાઓ અંગે કલેક્ટરને આવેદન, ગ્રામજનોએ તાત્કાલિક ઉકેલની માંગ કરી
Aravalli: અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં આવેલા બોરનાળા ગામની વિવિધ સમસ્યાઓને લઈને ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ ગામમાં આજે પણ મોબાઈલ ટાવર, દવાખાનું, સ્મશાન અને રસ્તા સહિતની જરૂરી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતાં ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.
Rahul Desai