પંજાબના બરનાલામાં સફાઈ કર્મચારીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)એ ગંભીર નોંધ લીધી છે. આ મામલે NHRCએ પંજાબના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP)ને નોટિસ પાઠવીને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ રિપોર્ટ બે અઠવાડિયામાં રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.