હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં લોકોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.