BJP New Team: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત થયા બાદ ગુજરાત ભાજપમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. નવી ટીમમાં ગુજરાતના ચાર નેતાઓને મહત્વની સંગઠનાત્મક જવાબદારી આપવામાં આવી છે. લાંબા સમય બાદ ગુજરાતમાંથી એકસાથે ચાર નેતાઓને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળતા તેને રાજ્ય માટે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહ્યો છે.