
Semicon India 2026: ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતી SEMICON India 2026નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે નવી દિલ્હીના યશોભૂમિ ખાતે કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. રાજસ્થાનના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ તેઓ ગુજરાતના સાણંદ, ધોલેરા અને સુરત ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રવાસનું સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ સાણંદ ખાતે અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધાના લોકાર્પણનું રહેશે, જેને ભારતના ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.