ચારધામ યાત્રામાં સતત વધી રહેલી ભીડના કારણે શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થયા હતા, જેમાં શ્રદ્ધાળુઓ ભારે ભીડના કારણે દર્શન ન થવાની ફરિયાદ કરી રહ્યા હતા. ખાસ કરીને કેદારનાથ ધામનો એક વીડિયો સામે આવ્યા બાદ તંત્રની વ્યવસ્થાઓ પર સવાલો ઉભા થયા હતા.