Junagadh : કેશોદમાં માર્કેટ યાર્ડ બાદ કેશોદ ચોકડી નજીક મર્સિડીઝ કાર અને બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જૂનાગઢથી કેશોદ તરફ આવી રહેલી મર્સિડીઝ કારે બે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બાળક અને ગર્ભવતી મહિલા સહિત કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.