Dahod: સંજેલી-સિંગવડ વિસ્તારમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચોમાસુ પાકમાં ખાતર નાખવાનો સમય ચાલી રહ્યો છે ત્યારે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સહકારી મંડળીઓ, એગ્રો સેન્ટરો અને ખાતરની દુકાનો બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાતરનો જથ્થો પૂરતો ન મળતા કેટલાક ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી રહી છે.