Swaminarayan Gurukul: ભાવનગર શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કે.પી. સ્વામીને બ્લેકમેલ કરીને રૂપિયા 5 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી છે. સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસ મથકે પતિ-પત્ની સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ખંડણી અને બ્લેકમેલિંગ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.