Rajkot: રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં વૃદ્ધાની સેવા અને સારસંભાળ માટે રાખવામાં આવેલી કેરટેકર મહિલાએ જ વિશ્વાસઘાત કરીને લાખોની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. માલવિયાનગર પોલીસ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી આરોપી મહિલાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધી છે.