Australian Prime Minister : ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે ભારતને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેમણે ભારતની વિકાસયાત્રા, લોકશાહી અને વૈશ્વિક સ્તરે વધતી આર્થિક શક્તિની પ્રશંસા કરી હતી. અલ્બનીઝે ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા ગણાવી હતી.