ગુરુ પૂર્ણિમાના પાવન અને શુભ અવસરે વલસાડના સાંસદ ધવલ પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ધવલ પટેલે અમિત શાહના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે થયેલી આ મુલાકાતને તેમણે પોતાના માટે એક સૌભાગ્યપૂર્ણ અને યાદગાર ક્ષણ ગણાવી હતી.