Get News Alerts

Never miss breaking news updates.

હાર્યા બાદ તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિનનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું, નવી સરકાર બનવાનો રસ્તો સાફ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને મંગળવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમનું રાજીનામું પત્ર રાજ્યના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના કાર્યાલયમાં મોકલવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 23 એપ્રિલે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા વિજય કુમારના નેતૃત્વમાં ટીવીકે પાર્ટીએ શાસક ડીએમકેને હરાવ્યું હતું. આ હાર બાદ સ્ટાલિને રાજીનામું આપવાનું મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
Admin
AdminUpdated on: 05 May 2026 01:20 PM IST
હાર્યા બાદ તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિનનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું, નવી સરકાર બનવાનો રસ્તો સાફહાર્યા બાદ તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિનનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું, નવી સરકાર બનવાનો રસ્તો સાફ

ફાઇલ ફોટો

MK Stalin Resignation: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને મંગળવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમનું રાજીનામું પત્ર રાજ્યના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના કાર્યાલયમાં મોકલવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 23 એપ્રિલે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા વિજય કુમારના નેતૃત્વમાં ટીવીકે પાર્ટીએ શાસક ડીએમકેને હરાવ્યું હતું. આ હાર બાદ સ્ટાલિને રાજીનામું આપવાનું મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેનાથી રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ એમકે સ્ટાલિને રાજ્યના લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. સત્તા ગુમાવવા છતાં સ્ટાલિને ચૂંટણી પરિણામો સ્વીકાર્યા અને ડીએમકે ગઠબંધનને ટેકો આપનારા તમામ મતદારોનો આભાર માન્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે, તેમનો પક્ષ ચૂંટણી હારી ગયો હોવા છતાં, જનતા દ્વારા આપવામાં આવેલો દરેક મત તેમના માટે વિશ્વાસનું મૂલ્યવાન પ્રતીક છે.

વિપક્ષની ભૂમિકા નિભાવશે દ્રમુક
સ્ટાલિને કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો અને કહ્યુ હતુ કે, દ્રમુક છ વાર સત્તામાં રહી ચૂક્યો છે. તેમણે કહ્યું કે, એવી કોઈ જીત કે હાર નથી, જેનો સામનો પાર્ટીએ ના કર્યો હોય. સ્ટાલિને એલાન કર્યું કે, જો તેઓ સત્તામાં હોત તો પ્રજા માટે યોજનાઓ બનાવતા, પરંતુ હવે વિપક્ષમાં છે તો લોકોની માગણીઓ પૂરી કરવા માટે તાકાતથી લડશે. તેમણે ભરોસો અપાવ્યો હતો કે, દ્રમુક એક મજબૂત વિપક્ષના રૂપે જનતાના હક માટે ઇમાનદારીથી રાજકારણ ચાલુ રાખશે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.