વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ, સુરત સાયબર ક્રાઇમ પોલીસની કાર્યવાહી



વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ, સુરત સાયબર ક્રાઇમ પોલીસની કાર્યવાહી



Surat Cyber Crime: સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેનેડા વર્ક પરમિટ અપાવવાના નામે રૂપિયા 7 લાખની છેતરપિંડી કરનારા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસ મુજબ, આરોપી સોશિયલ મીડિયા મારફતે લોકોને સંપર્ક કરી વિદેશમાં નોકરી અને કેનેડા વર્ક પરમિટ અપાવવાની લાલચ આપતો હતો. વિશ્વાસમાં લેવા માટે આરોપી દ્વારા નકલી દસ્તાવેજો અને ફેક પ્રક્રિયાની વિગતો મોકલી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતો હતો. આ મામલે સુરત સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી હતી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપીને મોહાલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, આરોપી સામે અન્ય ફરિયાદો પણ હોવાની આશંકા છે, જેને ધ્યાનમાં રાખી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર આવી લાલચ આપતા તત્વોથી સાવચેત રહેવા અપીલ કરી છે.




