Get News Alerts

Never miss breaking news updates.

સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, 6 લાખની ચોરીમાં ફરાર આરોપી ઝડપાયો

Surat Crime Branch: સુરત ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મહત્વની સફળતા મળી છે. કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6 લાખ રૂપિયાના ઘરફોડ ચોરીના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓની શોધખોળ માટે વિશેષ ટીમો કાર્યરત હતી.
Admin
AdminUpdated on: 19 Jun 2026 03:39 PM IST
સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, 6 લાખની ચોરીમાં ફરાર આરોપી ઝડપાયોસુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, 6 લાખની ચોરીમાં ફરાર આરોપી ઝડપાયો

Surat Crime Branch: સુરત ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મહત્વની સફળતા મળી છે. કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6 લાખ રૂપિયાના ઘરફોડ ચોરીના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓની શોધખોળ માટે વિશેષ ટીમો કાર્યરત હતી.

મળતી માહિતી મુજબ, મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમી અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી દેવીસિંગ અનારસિંગ રાજપુત (ઉ.વ. 23), મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રહેવાસી, સુધી પહોંચવામાં સફળતા મળી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે કોસંબા પોલીસને સોંપ્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી દેવીસિંગ રાજપુતે તેના સાથીદાર ચમનસિંગ રાજપુત સાથે મળીને ડિસેમ્બર-2025 દરમિયાન પીપોદરા સ્થિત એક કંપનીમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બંને આરોપીઓ અગાઉ તે કંપનીમાં નોકરી કરતા હોવાથી સ્થળ અને વ્યવસ્થાની સંપૂર્ણ જાણકારી ધરાવતા હતા.

આરોપીઓએ મધરાતે કંપનીના ઓફિસ બિલ્ડિંગમાં પ્રવેશ કરી ટેબલનું ખાનું તોડી અંદર રાખેલા 6 લાખ રૂપિયા ચોરી લીધા હતા. ચોરી બાદ બંને આરોપીઓ પોતાના મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે 8 ડિસેમ્બર, 2025ના રોજ કોસંબા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહેલા આરોપીની આખરે ધરપકડ કરવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ સફળ રહી છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને તેની પાસેથી અન્ય ગુનાઓ અંગે પણ મહત્વની માહિતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત પોલીસ દ્વારા ફરાર આરોપીઓને શોધી કાયદાના હવાલે કરવા માટે વિશેષ અભિયાન સતત ચાલુ રાખવામાં આવ્યું છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.