Get News Alerts

Never miss breaking news updates.

TMCને ઝટકો, સુપ્રીમ કોર્ટે કહ્યુ - ચૂંટણી પંચને નિયુક્તિનો અધિકાર, નવા આદેશની જરૂર નથી

West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલાં ટીએમસીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટે મુખ્ય રીતે કેન્દ્ર સરકાર અને પીએસયૂના કર્મચારીઓનો તૈનાત કરવાના આદેશ સામે તૃણમૂલ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
Admin
AdminUpdated on: 02 May 2026 01:43 PM IST
TMCને ઝટકો, સુપ્રીમ કોર્ટે કહ્યુ - ચૂંટણી પંચને નિયુક્તિનો અધિકાર, નવા આદેશની જરૂર નથીTMCને ઝટકો, સુપ્રીમ કોર્ટે કહ્યુ - ચૂંટણી પંચને નિયુક્તિનો અધિકાર, નવા આદેશની જરૂર નથી

મમતા બેનર્જી - ફાઇલ તસવીર

West Bengal Elections 2026: પશ્ચિમ  બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલાં ટીએમસીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટે મુખ્ય રીતે કેન્દ્ર સરકાર અને પીએસયૂના કર્મચારીઓનો તૈનાત કરવાના આદેશ સામે તૃણમૂલ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ મામલે આજે સુપ્રીમ કોર્ટે ટીએમસીની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે કોઈ નવો આદેશ આપવાની ના પાડી દીધી હતી. જો કે, ચૂંટણી આયોગે અદાલતને આશ્વાસન આપ્યું હતું કે, તે 13 એપ્રિલના પરિપત્રનું સંપૂર્ણ રીતે પાલન કરશે.

તૃણમૂલ કોંગ્રેસ પ્રમાણે, આ સર્ક્યુલરમાં મતગણતરી પ્રકિયામાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ સાથે સાથે રાજ્ય સરકારના કર્મચારીઓને તૈનાત કરવાનું જણાવવામાં આવ્યું છે. ચૂંટણી પંચના વકીલના આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે માત્ર એટલું જણાવ્યું હતું કે, પડકારવામાં આવેલા સર્ક્યુલરને લાગુ કરવામાં આવશે અને આ મામલે કોઈ અન્ય આદેશ આપવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. આ સાથે જ એવું પણ કહ્યું હતું કે, ચૂંટણી પંચને નિયુક્તિનો પૂરેપૂરો અધિકાર છે.

કેન્દ્રનો અધિકારી હોય તો પણ ફરક ના પડેઃ સુપ્રીમ કોર્ટ
સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ કહ્યું હતું કે, મતગણતરી દરમિયાન ત્યાં દરેક પોર્ટીના ચૂંટણી એજન્ટ હાજર રહેશે. તેથી કોઈ ફરક નથી પડતો કે ત્યાં કેન્દ્ર સરકારનો અધિકારી હોય કે નહીં. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, અધિકારીઓની તૈનાતી તમામ રીતે ચૂંટણી પંચને આધિન રહે છે. કારણ કે, ત્યાં દરેક પાર્ટીના એજન્ટ હાજર રહેશે.

શું છે સમગ્ર મામલો?
આ વિવાદ મતગણતરી સાથે જોડાયેલા કર્મચારીઓની નિયુક્તિને લઈને છે. ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો કે, બંગાળમાં મતગણતરી માટે કેન્દ્રના કર્મચારીઓને સુપરવાઇઝર તરીકે મૂકવામાં આવશે. ટીએમસી આ મામલે વિરોધ કરી રહી છે. તેમનું માનવું છે કે, આ પ્રકિયામાં રાજ્ય સરકારના કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવે. આ આદેશને ટીએમસી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે જસ્ટિસ નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.