રાહુ-સૂર્યની યુતિથી સર્જાશે ગ્રહણ યોગ, જાણો કઈ કઈ રાશિઓના જાતકોએ સાચવવું



રાહુ-સૂર્યની યુતિથી સર્જાશે ગ્રહણ યોગ, જાણો કઈ કઈ રાશિઓના જાતકોએ સાચવવું



Grahan Yog 2026: જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, આવનારી 10મી મે, 2026ના દિવસે ગ્રહોની સ્થિતિ અશુભ યોગનું નિર્માણ કરી રહી છે. આ દિવસે રાહુ અને સૂર્ય એક જ રાશિમાં ગોચર કરશે, જેનાથી ગ્રહણ યોગનું નિર્માણ થશે. જ્યોતિષીઓનું માનવું છે કે, આ યુતિ નકારાત્મક પ્રભાવ પાડશે. આવો જાણીએ કઈ રાશિઓને અસર કરશે.
મેષ રાશિઃ કરિયરમાં સમસ્યા
ગ્રહણ યોગના કારણે મેષ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં ધ્યાન રાખવું પડશે. આ દરમિયાન તમારા કામ બગડતા જોવા મળી શકે છે. અધિકારીઓ સાથે વૈચારિક મતભેદ થવાની શક્યતા છે. રોકાણના કરવામાં ધ્યાન રાખવું, નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે.
સિંહ રાશિઃ માન-પ્રતિષ્ઠા પર સંકટ
સિંહ રાશિના સ્વામી સૂર્ય છે, તેથી રાહુ સાથે તેની યુતિ તણાવપૂર્ણ બની જાય છે. સમાજમાં તમારી છબી પ્રભાવિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ક્રોધ પર નિયંત્રણ રાખવું. કોઈપણ મોટા નિર્ણયને હાલ પૂરતો ટાળવા.
કન્યા રાશિઃ સ્વાસ્થ્ય અને ધનહાનિ
કન્યા રાશિના જાતકો માટે 10 મે બાદ સમય ઉતાર-ચઢાવવાળો રહી શકે છે. અચાનક સ્વાસ્થ્ય બગડી શકે છે કે જૂના રોગ ફરીથી ઉથલો મારે તેવી સંભાવના છે. વધારાના ખર્ચાને કારણે બજેટ બગડી કે છે, તેથી પૈસાની લેવડદેવડમાં ધ્યાન રાખવું જોઈએ.
વૃશ્ચિક રાશિઃ પારિવારિક કલેશના સંકેત
આ અશુભ યોગની અસર તમારા પારિવારિક જીવન પર પડી શકે છે. ઘરના સભ્યો વચ્ચે તાલમેલની ઉણપ જોવા મળશે અને નાની-નાની વાતો પર વિવાદ થવાના યોગ છે. વાણીમાં સંયમ રાખવો, વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.
ઉપાય
ગ્રહણ યોગના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે જાતકોએ ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. 10મી મેના દિવસે ‘ઓમ નમઃ શિવાય’નો જાપ કરવો. આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો શુભ ફળદાયી રહશે. આ સિવાય દાન-પુણ્ય કરવાથી પણ ગ્રહો શાંત થશે.




