રામલલ્લાના કપાળ પર ‘સૂર્યતિલક’, અયોધ્યામાં ધૂમધામથી રામનવમીની ઉજવણી



રામલલ્લાના કપાળ પર ‘સૂર્યતિલક’, અયોધ્યામાં ધૂમધામથી રામનવમીની ઉજવણી



Ramlalla Surya Tilak: રામનગરી અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં રામજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બપોરે બે વાગ્યે ભગવાન સૂર્યનારાયણે રામલલ્લાના કપાળ પર તિલક કર્યો હતો. લગભગ ચાર મિનિટ સુધી તિલક કર્યો હતો. ત્યારે મહત્વનું છે કે, તિલક એ જ વખતે થયો હતો જ્યારે ભગવાન રામનો જન્મ સમય હતો.
આ વખતે રામનવમીએ રવિ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગનો વિશેષ સંયોગ બની રહ્યો છે. તેને કારણે આ ક્ષણનું મહત્વ વધી જાય છે. સૂર્યતિલક સાથે રામલલ્લાનો અભિષેક, શૃંગાર અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે. દેશ-વિદેશથી લોકો આ દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા છે.
ત્રણ દિવસ સુધી કરવામાં આવ્યું હતું ટ્રાયલ
આ પહેલાં ગુરુવારે સૂર્યતિલકની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી. સતત ત્રણ દિવસ સુધી સૂર્યતિલકનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો રામલલ્લાના કપાળ પર શોભાયમાન થયા હતા. સતત ચાર મિનિટ સુધી રામલલ્લાના સૂર્યતિલકનો નજારો જોવા મળ્યો હતો. શુક્રવારે આ પ્રકિયા ફરી કરવામાં આવી હતી.
સૂર્યતિલક માટે આ રઅયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં રામ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. બપોરે ૧૨ વાગ્યે, ભગવાન સૂર્યએ ભગવાન રામ લલ્લાના કપાળ પર તિલક (ભક્તિનું ચિહ્ન) લગાવ્યું. આ તિલક (ભક્તિનું ચિહ્ન) લગભગ ચાર મિનિટ સુધી ચાલ્યું. ખાસ વાત એ છે કે આ તિલક બરાબર તે જ ક્ષણે થયું હતું જે ભગવાન રામનો જન્મ માનવામાં આવે છે.




