મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ ફગાવી દેવાયો, 193 સાંસદોએ કરી હતી સહી



ફાઇલ તસવીર
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ ફગાવી દેવાયો, 193 સાંસદોએ કરી હતી સહી



ફાઇલ તસવીર
Gyanesh Kumar: લોકસભા અને રાજ્યસભાના 193 સાંસદો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રજૂ કરાયેલા મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી દૂર કરવા માટે આ પ્રસ્તાવ વિપક્ષી પક્ષો દ્વારા લાવવામાં આવ્યો હતો.
આ મહાભિયોગ પ્રસ્તાવ પર 193 સાંસદો (લોકસભાના ૧૩૦ અને રાજ્યસભાના ૬૩) દ્વારા સહી કરવામાં આવી હતી. તેની નોટિસ 12 માર્ચ, 2026ના રોજ રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરવામાં આવી હતી. આજે લોકસભા સચિવાલય અને રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા તેને ફગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આટલા વર્ષોમાં પહેલીવાર મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
લોકસભાના મહાસચિવે શું કહ્યું?
લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહે જણાવ્યું હતું કે, ‘આ નિર્ણય ભારતના બંધારણની કલમ 324(5) હેઠળ આપવામાં આવેલી દરખાસ્તની સૂચના પર લેવામાં આવ્યો હતો. આ દરખાસ્તમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દૂર કરવાની માગ કરવામાં આવી હતી. સભ્યોને જાણ કરવામાં આવે છે કે, 12 માર્ચ, 2026ના રોજ દરખાસ્તની સૂચના આપવામાં આવી હતી.’
"તેના પર લોકસભાના ૧૩૦ સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. આ નોટિસ બંધારણની કલમ ૩૨૪(૫) અને ૧૨૪(૪), તેમજ ૨૦૨૩ના કાયદા અને ૧૯૬૮ના ન્યાયાધીશો (તપાસ) કાયદા હેઠળ આપવામાં આવી હતી. તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશને હટાવવાની માંગ કરવામાં આવી હતી," તેમણે કહ્યું.
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "આ નોટિસ લોકસભાના અધ્યક્ષને સુપરત કરવામાં આવી હતી. ત્યારબાદ, પ્રસ્તાવ પર સંપૂર્ણ વિચારણા કરવામાં આવી હતી. તમામ સંબંધિત પાસાઓ અને મુદ્દાઓની કાળજીપૂર્વક અને નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષે ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ, 1968 ની કલમ 3 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કર્યો. લોકસભાના અધ્યક્ષે પ્રસ્તાવ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો."




