Get News Alerts

Never miss breaking news updates.

મેયરના વોર્ડમાં પણ ગંદુ પાણી પહોંચ્યું, રાજકોટમાં તંત્રની કામગીરી સામે પ્રશ્નો

શહેરમાં ફરી એકવાર દૂષિત અને બેક્ટેરિયા યુક્ત પાણીના વિતરણનો મુદ્દો સામે આવ્યો છે. શહેરના અલગ-અલગ વોર્ડોમાં પાણીના નમૂનાઓની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 Jun 2026 10:56 AM IST
મેયરના વોર્ડમાં પણ ગંદુ પાણી પહોંચ્યું, રાજકોટમાં તંત્રની કામગીરી સામે પ્રશ્નોમેયરના વોર્ડમાં પણ ગંદુ પાણી પહોંચ્યું, રાજકોટમાં તંત્રની કામગીરી સામે પ્રશ્નો

રાજકોટ  રાજકોટ શહેરમાં ફરી એકવાર દૂષિત અને બેક્ટેરિયા યુક્ત પાણીના વિતરણનો મુદ્દો સામે આવ્યો છે. શહેરના અલગ-અલગ વોર્ડોમાં પાણીના નમૂનાઓની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.

મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ ઝોન હેઠળ આવેલા વર્તમાન મેયરના વોર્ડમાં પણ બેક્ટેરિયા યુક્ત પાણીનું વિતરણ થયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પૂર્વ મેયરના વોર્ડ નં. 4માં પણ દૂષિત અને બેક્ટેરિયા જન્ય પાણી પહોંચ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

વોટર વર્ક્સ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 8,200થી વધુ પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓની તપાસ દરમિયાન 6 નમૂનાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તંત્રના જણાવ્યા અનુસાર, પાણીની લાઈનમાં આવેલા ભંગાણને કારણે પાણી દૂષિત થયું હતું. જોકે, છેલ્લા બે મહિનામાં બે વખત પાણીના નમૂનાઓ ફેલ થયા હોવાને કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

દર વર્ષે ઉનાળા અને ચોમાસાની ઋતુ દરમિયાન પાણીના નમૂનાઓ ફેલ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે, છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે.

ખાસ કરીને, વર્તમાન મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના વોર્ડમાં પણ ડહોળું અને ગંદુ પાણીનું વિતરણ થતું હોવાને કારણે સ્થાનિકોમાં રોષ અને ચિંતા બંને જોવા મળી રહ્યા છે. હવે શહેરવાસીઓ તંત્ર પાસેથી શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.