Get News Alerts

Never miss breaking news updates.

ભેટી પડ્યા, આશીર્વાદ લીધા... કોણ છે આ વૃદ્ઘ શખ્સ, જેને PM મોદી પગે લાગ્યા

West Bengal CM Oath Taking Ceremony: પશ્ચિમ બંગાળમાં કોલકાતા સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં બીજેપી સરકારે ભવ્ય શપથ સમારોહનું આયોજન કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સીએમ સુવેન્દુ અધિકારીએ ગોપનીયતાના શપથ લીધા હતા. ત્યારે આ દરમિયાન એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું.
Admin
AdminUpdated on: 09 May 2026 12:24 PM IST
ભેટી પડ્યા, આશીર્વાદ લીધા... કોણ છે આ વૃદ્ઘ શખ્સ, જેને PM મોદી પગે લાગ્યાભેટી પડ્યા, આશીર્વાદ લીધા... કોણ છે આ વૃદ્ઘ શખ્સ, જેને PM મોદી પગે લાગ્યા

West Bengal CM Oath Taking Ceremony: પશ્ચિમ બંગાળમાં કોલકાતા સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં બીજેપી સરકારે ભવ્ય શપથ સમારોહનું આયોજન કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સીએમ સુવેન્દુ અધિકારીએ ગોપનીયતાના શપથ લીધા હતા. ત્યારે આ દરમિયાન એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર પહોંચતા જ એક વૃદ્ધ પાસે જાય છે અને તેમને ભેટી પડે છે અને પગે લાગે છે. ત્યારબાદ થોડીવાર સુધી ફરીવાર ભેટી પડે છે. આ દરમિયાન વૃદ્ધની આંખો ભીની થઈ જાય છે. હવે સવાલ એ છે કે, સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં મંચ પર બિરાજમાન આ વૃદ્ધ કોણ છે અને વડાપ્રધાન તેમને કેમ ભેટી પડ્યા.

PM મોદીએ સૌથી વૃદ્ધ ભાજપના કાર્યકર્તાને પગે લાગ્યા
એવી માહિતી સામે આવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ બીજેપીના સૌથી વરિષ્ઠ કાર્યકર્તાઓમાંથી એક માખનલાલ સરકારને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. 98 વર્ષીય માખનલાલ સરકાર આઝાદી બાદ રાષ્ટ્રવાદના આંદોલન સાથે જોડાયેલા હતા અને ત્યારથી એક મહત્વના કાર્યકરમાં ગણાવવા લાગ્યા હતા.

વર્ષ 1952માં તેઓ શ્યામા પ્રસાદ મુખર્જી સાથે કાશ્મીરમાં તિરંગો ફરકાવવાના આંદોલનમાં પણ સામેલ થયા હતા. આ દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. 1980માં બીજેપી બન્યા બાદ તેમને પશ્ચિમ દિનાઝપુર, જલપાઇગુડી અને દાર્જિલિંગ જિલ્લાઓમાં સંગઠન સમન્વયક બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એક જ વર્ષમાં તેમણે 10,000 નવા સભ્યો પાર્ટી સાથે જોડીને મહત્વની ભૂમિકા ભજવી હતી.

1981થી સતત સાત વર્ષ સુધી તેઓ જિલ્લા અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા હતા. તે સમયે આ એક અસાધારણ ઉપલબ્ધિ માનવામાં આવતી હતી. કારણ કે, સામાન્ય રીતે બીજેપી નેતા કોઈ એક સંગઠનાત્મક પદ પર બે વર્ષથી વધુ સમય રહેતા નથી.

AUTHOR
Admin

Admin

Author details are not available.