ફોટો ગેલેરી

Surat Diwali Shopping: સુરતમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો, ચૌટા બજારમાં લોકોની ભારે ભીડ

Surat Diwali Shopping: સુરત શહેરમાં દિવાળી પર્વ નજીક આવતાં જ તહેવારની ખરીદીનો માહોલ જામી રહ્યો છે. શહેરના વિવિધ બજારોમાં ખરીદી માટે લોકોની અવરજવર વધી છે.
Kunjan Shukla
1 / 5
Gallery Image 1

ખાસ કરીને સુરતના પ્રખ્યાત ચૌટા બજાર વિસ્તારમાં દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. બજારમાં સવારથી સાંજ સુધી ગ્રાહકોની ચહલપહલ જોવા મળી રહી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને લોકો કપડાં, ઘર સજાવટની વસ્તુઓ, અવનવા તોરણ, રંગોળીનો સામાન અને અન્ય તહેવારલક્ષી ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.

2 / 5
Gallery Image 2

બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક વસ્તુઓ ઉપલબ્ધ હોવાથી ગ્રાહકો પોતાની પસંદગી અને જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છે. પરિવાર સાથે બજારમાં પહોંચતા લોકોમાં પણ તહેવારને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

3 / 5
Gallery Image 3

ચૌટા બજાર સહિતના વિસ્તારોમાં ખરીદી માટે ઉમટી પડેલી ભીડને કારણે બજારોમાં તહેવારની રોનક જોવા મળી રહી છે. દિવાળી નજીક આવતાં વેપારીઓને પણ ગ્રાહકોની સંખ્યા વધવાની આશા છે. જોકે, બજારમાં લોકોની અવરજવર અને ભીડ હોવા છતાં વેપારની સ્થિતિ ગત વર્ષની સરખામણીએ નબળી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

4 / 5
Gallery Image 4

વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે દિવાળીની ખરીદી દરમિયાન ગત વર્ષ કરતાં ઓછો વેપાર નોંધાઈ રહ્યો છે. બજારમાં ગ્રાહકોની હાજરી હોવા છતાં ખરીદીનું પ્રમાણ અપેક્ષા મુજબ જોવા મળતું નથી. દિવાળી જેવા મોટા તહેવારના દિવસો નજીક હોવા છતાં બજારમાં મંદીનો માહોલ વેપારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

5 / 5
Gallery Image 5

એક તરફ લોકોમાં દિવાળીની ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ઓછા વેપારને કારણે વેપારીઓની આશા પર પાણી ફરી રહ્યું છે. હવે તહેવારના અંતિમ દિવસોમાં ખરીદી વધે છે કે નહીં તેના પર વેપારીઓની નજર રહેશે.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.