Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

T20 ઈન્ટરનેશનલ મેચોમાં 1 વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા વિકેટકીપર-બેટ્સમેન

T20 ફોર્મેટમાં મોટાભાગની ટીમમાં હવે વિકેટકીપર હોય છે, જે બેટિંગમાં પણ બેસ્ટ હોય છે અને ટોપ ઓર્ડરમાં પણ રમે છે. તો તમને એવા વિકેટકીપર-બેટ્સમેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને પૂર્ણ-સભ્ય ટીમોમાં T20I મેચમાં 1 વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે.
Nancy ShuklaUpdated on: 18 Oct 2026 08:56 PM IST
1 / 5
Gallery Image 1

ભારતીય ટીમ પાસે હાલમાં T20 ઈન્ટરનેશનલ મેચોમાં વિકેટકીપર-બેટ્સમેનના ઘણા વિકલ્પો છે, જેમાંથી એક સંજુ સેમસન છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી T20I માં ટીમ ઈન્ડિયા માટે સતત વિકેટકીપિંગ ફરજો સંભાળી રહ્યો છે અને ઈનિંગ પણ ઓપનિંગ કરી રહ્યા છે. સંજુ સેમસન એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ફુલ મેમ્બર ખેલાડીઓના લિસ્ટમાં ટોપનું સ્થાન ધરાવે છે. 2026 માં 22 મેચમાં તેને 32.38 ની એવરેજથી 680 રન બનાવ્યા છે અને 42 છગ્ગા પણ ફટકાર્યા છે.

2 / 5
Gallery Image 2

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી નિકોલસ પૂરન એક વર્ષમાં T20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા પૂર્ણ સભ્ય ટીમોના વિકેટકીપર-બેટ્સમેનોના લિસ્ટમાં બીજા નંબરે છે. 2024 માં પૂરને વિકેટકીપર-બેટ્સમેન તરીકે 19 T20I મેચ રમી, જેમાં 28.62 ની એવરેજથી 458 રન બનાવ્યા અને કુલ 39 છગ્ગા ફટકાર્યા.

3 / 5
Gallery Image 3

પાકિસ્તાનના વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પણ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ફુલ મેમ્બર્સ ટીમ માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે રિઝવાને 2021 માં પાકિસ્તાની ટીમ માટે 27 T20 ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાં તેને 70.29 ની એવરેજથી 1,195 રન બનાવ્યા અને 38 છગ્ગા ફટકાર્યા.

4 / 5
Gallery Image 4

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ, જે હાલમાં વિશ્વ ક્રિકેટના બેસ્ટ ટોપ-ઓર્ડર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે, તે પૂર્ણ સભ્ય ટીમોમાં T20I માં 1 વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા વિકેટકીપર-બેટ્સમેનોના લિસ્ટમાં ચોથા નંબરે છે. શાઈ હોપે 2026 માં 17 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં 50.08 ની એવરેજથી 601 રન બનાવ્યા હતા અને કુલ 36 છગ્ગા ફટકાર્યા હતા.

5 / 5
Gallery Image 5

આ લિસ્ટમાં શાઈ હોપ પણ પાંચમા નંબરે છે, જેમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમના આ તેજસ્વી વિકેટકીપર બેટ્સમેનએ વર્ષ 2025માં 16 T20I મેચમાં 40.46 ની એવરેજથી કુલ 526 રન બનાવ્યા હતા, જ્યારે શાઈ હોપ આ સમયગાળા દરમિયાન કુલ 32 છગ્ગા ફટકારવામાં પણ સફળ રહ્યો.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.