ફોટો ગેલેરી

લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટર

વિરાટ અને સચિન બંનેના નામે લિસ્ટ A ક્રિકેટમાં 60-60 સદી છે. જો વિરાટ કોહલી વધુ એક સદી ફટકારવામાં સફળ રહે છે, તો તે લિસ્ટ A ક્રિકેટમાં 61 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનશે.
Nancy ShuklaUpdated on: 25 Oct 2026 07:20 PM IST
1 / 5
Gallery Image 1

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 351 મેચોમાં 340 ઈનિંગમાં 60 સદી અને 88 અડધી સદી સાથે 16,759 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 57.98 છે. ન્યુઝીલેન્ડમાં તેના બેટથી સદી સચિન તેંડુલકરનો વિશ્વ રેકોર્ડ તોડી નાખશે.

2 / 5
Gallery Image 2

સચિન તેંડુલકરે 551 લિસ્ટ એ મેચમાં 538 ઈનિંગમાં 60 સદી અને 114 અડધી સદી ફટકારી હતી. તેમો 45.54ની એવરેજથી કુલ 21,999 રન બનાવ્યા હતા. તેને ડિસેમ્બર 2012માં લિસ્ટ A ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

3 / 5
Gallery Image 3

રોહિત શર્મા લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજા નંબરનો ભારતીય બેટ્સમેન છે. તેને 364 મેચમાં 352 ઈનિંગમાં 39 સદી ફટકારી છે. તેને 47.28 ની એવરેજથી 14,517 રન બનાવ્યા છે.

4 / 5
Gallery Image 4

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી 31 સદી સાથે આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ગાંગુલીએ 437 લિસ્ટ A મેચોની 421 ઈનિંગમાં 41 થી વધુની એવરેજથી 15,622 રન બનાવ્યા છે.

5 / 5
Gallery Image 5

શિખર ધવને લિસ્ટ A ક્રિકેટમાં 30 સદી ફટકારી છે. તે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ટોપ 5 ભારતીય બેટ્સમેનોમાં સામેલ છે. તેને 302 લિસ્ટ A મેચની 298 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.