IND Vs NZ T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર

ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ T20 ઈન્ટરનેશનલ મેચમાં સૂર્યકુમાર યાદવ ભારતીય બેટ્સમેનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સૂર્યાએ ન્યુઝીલેન્ડ સામે 14 મેચોમાં 526 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 4 અડધી સદીનો સમાવેશ થાય છે. પરંતુ તે આગામી સિરીઝમાં ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે નહીં.

આ લિસ્ટમાં રોહિત શર્મા બીજા નંબરે આવે છે. રોહિતે ન્યુઝીલેન્ડ સામે 17 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 511 રન બનાવ્યા છે. તેને સદી ફટકારી નથી, પરંતુ તેને 6 અડધી સદી ફટકારી છે. રોહિતે 2024માં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

આ લિસ્ટમાં ઈશાન કિશન ત્રીજા નંબરે આવે છે. અત્યાર સુધીમાં ઈશાને ન્યૂઝીલેન્ડ સામે 12 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 372 રન બનાવ્યા છે. તેના નામે 1 સદી અને 2 અડધી સદી છે. આગામી સિરીઝમાં કિશન રોહિત અને સૂર્યાને પાછળ છોડી શકશે કે નહીં તે જોવાનું બાકી છે.

કેએલ રાહુલ ચોથા નંબરે છે. રાહુલે ન્યૂઝીલેન્ડ સામે ફક્ત 8 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેને 322 રન બનાવ્યા છે. તેને 3 અડધી સદી પણ ફટકારી છે. પરંતુ તે હાલમાં ભારતની T20 ટીમની બહાર છે.

આ લિસ્ટમાં વિરાટ કોહલી પણ સામેલ છે. વિરાટ કોહલીએ 10 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 311 રન બનાવ્યા છે અને બે અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ 2024 T20 વર્લ્ડકપ પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી છે.





