પાટણના દેલમાલ ગામેથી નકલી નોટો સાથે બેની ધરપકડ, 500ની 492 નોટો જપ્ત
Patan Crime News: પાટણ LCBએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં દેલમાલ ગામેથી નકલી નોટો સાથે બે લોકોની ધરપકડ કરી છે.

AdminUpdated on: 21 Jun 2026 10:33 PM IST

પાટણના દેલમાલ ગામેથી નકલી નોટો સાથે બેની ધરપકડ, 500ની 492 નોટો જપ્ત
Patan Crime News: પાટણ LCBએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં દેલમાલ ગામેથી નકલી નોટો સાથે બે લોકોની ધરપકડ કરી છે.

Admin
Updated on: 21 Jun 2026 10:33 PM IST

Patan Crime News: પાટણ LCBએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં દેલમાલ ગામેથી નકલી નોટો સાથે બે લોકોની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, દેલમાલ ગામે શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્ષની દુકાનમાંથી 500ના દરની નકલી નોટો સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી નિકુલજી ઠાકોર ઝેરોક્ષની દુકાનમાં એક બાળ કિશોરને સાથે રાખી નકલી નોટો બનાવતો હતો.
પોલીસે 500ના દરની 492 નોટો, કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ અને વાહન મળી કુલ 1,01,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ ઇસમોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
AUTHOR