ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ભાવનગર અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં કુદરતી રીતે ઉગતી વાસોતીની ભાજી બજારમાં જોવા મળે છે. જંગલ અને ડુંગરોની ભીની જમીનમાં કોઈપણ પ્રકારની ખેતી કે ખાતર વગર કુદરતી રીતે ઉગતી આ વનસ્પતિ સ્થાનિક લોકો માટે ચોમાસાની ખાસ ભેટ બની રહે છે.