
Dabhoi શહેર સહિત સમગ્ર તાલુકામાં ઋતુચક્રમાં અણધાર્યો પલટો જોવા મળ્યો છે. ચોમાસાની વિદાય હજુ બાકી છે ત્યારે ડભોઇ પંથકમાં વહેલી સવારે જાણે શિયાળાની દસ્તક થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો.

અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. જોકે, આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.