
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, વોશિંગ્ટને તેહરાનને મોટો આર્થિક ફટકો આપવાનો દાવો કર્યો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે યુએસએ ઈરાન સાથે જોડાયેલા લગભગ $1 બિલિયન મૂલ્યના ક્રિપ્ટોકરન્સી ફંડ જપ્ત કર્યા છે. આ કાર્યવાહી અમેરિકાના "ઓપરેશન ઇકોનોમિક ફ્યુરી" અભિયાન હેઠળ કરવામાં આવી છે, જેનો હેતુ ઈરાનની નાણાકીય શક્તિને નબળી પાડવાનો છે.

India Russia Oil Import 2026: મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે અમેરિકાએ તાજેતરમાં રશિયન તેલ પર ફરીથી પ્રતિબંધો લાદ્યા છે. આ સાથે, રશિયા પાસેથી તેલ ખરીદવા માટેની 30 દિવસની મુક્તિ સમાપ્ત થઈ ગઈ છે. જોકે, ભારત આ પછી પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને એલપીજી ખરીદવાનું ચાલુ રાખશે. ભારત સરકારના નજીકના સૂત્રોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતની ઊર્જા આયાત નીતિ સંપૂર્ણપણે તેનો...