અમેરિકાની મોટી સ્ટ્રાઇક: ડ્રગ્સથી ભરેલી બોટ પર મિસાઇલ હુમલો, 3 નાર્કો આતંકીઓના મોત
ડ્રગ હેરફેર સામે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું અભિયાન ચાલુ છે. ફરી એકવાર યુએસ સેનાએ ડ્રગ્સથી ભરેલી બોટ સામે કાર્યવાહી કરી છે. 29 મેના રોજ, યુએસ આર્મીના સધર્ન કમાન્ડ (સાઉથકોમ) ના જનરલ ફ્રાન્સિસ ડોનોવનના નિર્દેશન હેઠળ, જોઈન્ટ ટાસ્ક ફોર્સ સધર્ન સ્પીયર યુનિટે પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં ડ્રગ્સ ભરેલી બોટને નિશાન બનાવી. જોઈન્ટ ટાસ્ક ફોર્સ સધર્ન સ્પીયર યુનિટે બોટ પર મિસાઈલ છોડીને તેનો નાશ કર્યો હતો. સધર્ન કમાન્ડ યુનિટે આ ઘટનાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
Rupin Bakraniya