
UGC-NET જૂન 2026ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.

UGC-NET: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા UGC-NET જૂન 2026 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આન્સર કી કુલ 84 વિષયો માટે બહાર પાડવામાં આવી છે. ઉમેદવારોને આન્સર કીમાં કોઈ જવાબ ખોટો લાગતો હોય તો નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓનલાઈન વાંધો નોંધાવવાની તક આપવામાં આવી છે.