
યુએઈમાં સ્થાનિક કાયદાના ઉલ્લંઘનના આરોપસર ડિપોર્ટ કરાયેલા 60 ભારતીય નાગરિકો સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે. એરપોર્ટ પર ઇમિગ્રેશન અને સુરક્ષા એજન્સીઓએ તમામ મુસાફરોની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી, જ્યારે પ્રાથમિક માહિતી મુજબ મોટાભાગના મુસાફરો બિહાર, ઉત્તર પ્રદેશ અને પંજાબના રહેવાસી છે.

Iran America Tension: મધ્ય પૂર્વના સંઘર્ષ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) અને યુનાઇટેડ સ્ટેટ્સ (USA) વચ્ચેનો વિવાદ વકર્યો છે. આ વાતનો ખુલાસો અગ્રણી અમીરાતી વિશ્લેષક અબ્દુલ ખાલિક અબ્દુલ્લાએ કર્યો હતો. તેમણે કહ્યું કે, UAEને હવે તેની સુરક્ષા માટે ફક્ત અમેરિકા પર આધાર રાખવાની જરૂર નથી. તેમના મતે દેશમાં યુએસ લશ્કરી થાણા હવે સુરક્ષાના સ્ત્રોતને બદલે બોજ બની શકે છે.