
જામનગર જિલ્લાના કનસુમરા પાટિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા.

ભારતની મહત્વાકાંક્ષી માર્ગ પરિયોજનાઓમાંની એક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે હેઠળ રાજસ્થાનના કોટા જિલ્લામાં આવેલી મુકુંદ્રા ટનલમાંથી સોમવારથી મુંબઈથી દિલ્હી તરફનો વાહનવ્યવહાર સત્તાવાર રીતે શરૂ થયો છે. રાજસ્થાનની સૌથી પહોળી રોડ ટનલ તરીકે ઓળખાતી આ ટનલ શરૂ થતાં દારા ઘાટી વિસ્તારમાં લાંબા સમયથી ટ્રાફિક જામનો સામનો કરી રહેલા વાહનચાલકોને મોટી રાહત મળવાની આશા છે.