ગાંધીનગર: ગુજરાત સરકારની જનકેન્દ્રિત અને સર્વસુલભ આરોગ્ય સેવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા અમદાવાદની સિવિલ હૉસ્પિટલએ વધુ એક અત્યંત જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સરકારી આરોગ્ય સેવાની ગુણવત્તા, તબીબી નિષ્ણાતતા અને અદ્યતન સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે ITP (Idiopathic Thrombocytopenic...