
ભારતીય મેન્સ વોલીબોલ ટીમે અમદાવાદમાં રમાઈ રહેલા AVC Men's Volleyball Cup 2026માં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. પૂલ સ્ટેજની છેલ્લી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સીધા ત્રણ સેટમાં 3-0થી હરાવી સતત પાંચમી જીત મેળવી અને પ્રથમ વખત પૂલમાં ટોચનું સ્થાન મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

AVC Men's Volleyball Cup 2026: AVC Men's Volleyball Cup 2026માં ભારતીય વોલીબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરીને એશિયન વોલીબોલ જગતમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ટીમ ઇન્ડિયાએ સતત ચાર મેચમાં જીત મેળવીને માત્ર ગ્રુપ સ્ટેજમાં જ દબદબો જમાવ્યો નથી, પરંતુ સેમિફાઇનલ માટે પણ મજબૂત દાવેદારી રજૂ કરી છે. ભારતે પોતાના અભિયાનની શરૂઆત જબરદસ્ત જીત સાથે કરી હતી અને ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન...