અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 18 કિલોમીટર લાંબી રથયાત્રા પૂર્ણ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સ્વચ્છતા દૂતોએ આખી રાત સતત કામગીરી કરીને સમગ્ર યાત્રામાર્ગને સ્વચ્છ બનાવી દીધો. આધુનિક મશીનરી અને વિશેષ આયોજનના કારણે હજારો શ્રદ્ધાળુઓ બાદ પણ માર્ગ થોડા જ સમયમાં ચોખ્ખો થઈ ગયો.