IPL 2026: T20 વર્લ્ડ કપના 'વિશ્વ વિજેતા' સ્ટાર્સનું ફોર્મ છૂમંતર, ફ્રેન્ચાઈઝીઓ માટે ચિંતા વધી
ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, જેમણે વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેઓ આ સીઝનમાં સાવ ફિક્કા સાબિત થયા છે. બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સ માટે 11 મેચમાં માત્ર 3 વિકેટ લીધી છે અને તેમનો ઈકોનોમી રેટ પણ 8.51 રહ્યો છે. અન્ય ખેલાડીઓમાં શિવમ દુબે 10 મેચમાં માત્ર 165 રન જ બનાવી શક્યા છે, જ્યારે અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતી વખતે 12 મેચમાં માત્ર 100 રન બનાવ્યા છે. અક્ષરે બોલિંગમાં 10 વિકેટ જરૂર લીધી છે, પરંતુ બેટિંગમાં તેમનું ફોર્મ ચિંતાજનક છે.
Rahul Desai