Saudi Arabia Helicopter Crash: સાઉદી અરેબિયાના મુખ્ય ઔદ્યોગિક અને તેલ કેન્દ્ર રાસ તનુરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રવિવારે સવારે લગભગ 6 વાગ્યે વિશાળ તેલ કંપની સાઉદી અરામકોનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ ભયાનક અકસ્માતમાં સવાર તમામ 14 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. રાજ્ય સંચાલિત સમાચાર એજન્સીએ સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રાલયના સત્તાવાર સ્ત્રોતને ટાંકીને આ દુ:ખદ અકસ્માતની પુષ્ટિ કરી છે.