ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસની પરંપરાને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના માર્ગોના નેટવર્કને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે બે અત્યંત મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. આ અંગે પ્રવક્તામંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયોથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે અને રસ્તાઓની ગુણવત્તામાં પણ લાંબાગાળાનો સુધારો જોવા મળશે. રાજ્યના માર્ગોના નેટવર્કને સુરક્ષિત...