ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદની અસર હવે માર્ગ વ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે આહવા ઘાટ માર્ગ પર ભૂસ્ખલનની ઘટના બનતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પર્વતીય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં માટી, પથ્થરો અને મલબો ધસી આવતા માર્ગ પર અવરજવર પ્રભાવિત થઈ છે.