અભિનેતા અર્જુન કપૂરની બહેન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંશુલા કપૂરના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ ભવ્ય સમારોહમાં સેલેબ્સના સ્ટાઇલિશ લુક ઉપરાંત કેટલાક ખાસ પળોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને અભિનેતા જેકી શ્રોફની અનોખી ભેટ, અભિનેત્રી રેખાનો પ્રેમાળ અંદાજ અને બોબી દેઓલનો હળવો ‘ઊપ્સ’ મોમેન્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો.