અમદાવાદમાં વરસાદી મોસમ દરમિયાન સતત ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે રાષ્ટ્રીય અમિત શાહ યુવા સંગઠને સેવાકીય પહેલ કરી છે. સંગઠન દ્વારા H, I અને J ટ્રાફિક પોલીસ સ્ટેશનના કુલ 500 પોલીસ કર્મચારીઓને રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્યું. નિકોલમાં વરસાદમાં ભીંજાઈને ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સંગઠને જણાવ્યું.