સુરતના પુણા વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ. 6.44 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અત્યાધુનિક સુમન હાઈસ્કૂલનું આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.